હાર્દિક પંડ્યાએ MIના ડે્રસિંગ રૂમમાં કરી મંદિરની સ્થાપના
કેાચ બાઉચરે નાળિયેર ફેાડ્યું
ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની ૧૭મી સીઝન ૨૨ માર્ચથી શરૂ થઈ રહી છે. તમામ ટીમેાએ આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી પણ એકઠા થવા લાગ્યા છે. આ વખતે મુંબઈ ટીમ નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ઉતરશે. હાર્દિક ટીમ સાથે જોડાઈ ગયેા છે અને જોડાતાની સાથે જ તેણે મુંબઈ ઈન્ડિયન્સના ડે્રસિંગ રૂમમાં ગણપતિજીના મંદિરની સ્થાપના કરી છે અને ગણેશજીની પૂજા કર્યા બાદ જ તેણે રૂમમાં પગ મુક્યેા હતેા.
હાર્દિક પહેલી વખત મુંબઈ ટીમની કમાન સંભાળશે. તેને રેાહિતની જગ્યાએ કેપ્ટન બનાવાયેા છે. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે આ અંગેનેા વીડિયેા સેાશ્યલ મીડિયા પર શેયર કર્યા છે જેમાં હાર્દિક ડે્રસિંગ રૂમમાં આવે છે અને સૌથી પહેલાં ભગવાનની પૂજા કરે છે. તે સૌથી પહેલાં ભગવાનની તસવીર પર માળા ચડાવે છે અને પછી દીપ પ્રજ્વલ્લિત કરી રહ્યેા છે. આ પછી તે કેાચ માર્ક બાઉચર (આફ્રિકા)ને નારિયેળ આપે છે. બાઉચર જમીન પર નારિયેળ ફેાડે છે અને તે પછી હાર્દિક ભગવાનને પ્રસાદ પણ ચડાવે છે અને મિઠાઈનેા ડબ્બેા ભગવાન સમક્ષ ધરી રહ્યેા છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈની ટીમ ચેન્નાઈની સાથે જ આઈપીએલની સૌથી સફળ ટીમ છે. બન્નેએ પાંચ-પાંચ ટ્રેાફી જીતી છે. મુંબઈનેા પ્રથમ મુકાબલેા ૨૪ માર્ચે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમાશે.