સંજુ સેમસનને બમણો માર: ૧૨ લાખનો દંડ
ગુજરાત સામે પરાજય થયો સાથે સમયસર ઓવર પૂરી નહીં કરતાં બોર્ડનું આકરું પગલું
રાજસ્થાન રોયલ્સનો ગુજરાત ટાઈટન્સ સામે પરાજય થયા બાદ કેપ્ટન સંજુ સેમસનને બમણો માર લાગ્યો છે. એક તો ટીમનો પરાજય થયો સાથે સાથે સમયસર ૨૦ ઓવર નહીં ફેંકાતાં બીસીસીઆઈએ સંજુને દંડ ફટકાર્યો છે. સ્લો ઓવર રેટને કારણે સંજુ સેમસન પર ૧૨ લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે. સંજુ કેપ્ટન તરીકે ૫૦મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બનીને ઉતર્યો હતો. આ ઉપલબ્ધી હાંસલ કરનારો તે શેન વોર્ન બાદ બીજો ખેલાડી છે. અગાઉ આ રેકોર્ડ વોર્નના નામે હતો. આ પહેલાં રાજસ્થાને સળંગ ચાર મેચ જીત્યા હતા. ગુજરાત સામે તેનો પરાજય થયા છતાં આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં તે પ્રથમ ક્રમે છે. સંજુ સેમસન પર આ વખતની સીઝનમાં પહેલી વખત દંડ લાગ્યો છે. જો તે બીજી વખત આ ભૂલ કરશે તો તેના ઉપર ૨૪ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.