શ્રેયસ અય્યર વગર જ મેદાને ઉતરશે કોલકત્તા ?
કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. એવા અહેવાલો સાંપડી રહ્યા છે કે કેકેઆરે પ્રારંભીક મેચોમાં કેપ્ટન અય્યર વગર જ મેદાને ઉતરવું પડી શકે છે. શ્રેયસ અય્યરે રણજી ટ્રોફીની ફાઈનલ રમી હતી પરંતુ ગુરૂવારે ફિલ્ડિંગ ભરવા મેદાને ઉતર્યો ન્હોતો. શ્રેયસને પીઠમાં ઈજા છે એટલા માટે તે પાછલી અમુક મેચ રમી શક્યો ન્હોતો. શ્રેયસ પાછલા વર્ષે ઈજાને કારણે આઈપીએલ જ રમ્યો ન્હોતો. તેની ગેરહાજરીમાં નીતિશ રાણાએ ટીમની કમાન સંભાળી હતી. જો કે આ વખતે શ્રેયસ અય્યરની ઈજા અંગે સત્તાવાર જાણકારી અપાઈ નથી પરંતુ સંભવ છે કે તેને આઈપીએલ-૨૦૨૪માં સાવધાનીના ભાગરૂપે અમુક મેચમાં આરામ અપાઈ શકે છે.