શુભમન ગીલને ૨૪ લાખનો દંડ
અમદાવાદમાં ચેન્નાઈને પરાજય આપ્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગીલને મોટો ઝટકો લાગ્યો હતો. સ્લો ઓવર રેટ બદલ બીસીસીઆઈએ ગીલને ૨૪ લાખનો દંડ ફટકાર્યો છે. આ સીઝનમાં તેની બીજી ભૂલ હતી એટલા માટે દંડની રકમ પણ બમણી થઈ છે. આ ઉપરાંત ઈમ્પેક્ટ પ્લેયર સહિત રમનારા ૧૧ ખેલાડીઓ પર ૬ લાખ અથવા તેની મેચ ફીના ૨૫% કાપી લેવાયા છે. આ મેચમાં શુભમન ગીલ તેમજ સાઈ સુદર્શને સદી ફટકારી હતી અને જીત મેળવીને પ્લેઑફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી હતી.
