વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં રમાડવાનો BCCIનો ઈનકાર
બીસીસીઆઈએ વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪ની યજમાની કરવાનો ઈનકાર કરી દીધા બાદ હવે આઈસીસી નવા સ્થળની તલાશમાં લાગી ગયું છે. હવે યુએઈ આ માટે પ્રબળ દાવેદાર બની ગયું છે. બાંગ્લાદેશમાં ઉભા થયેલા રાજકીય સંકટને કારણે ત્યાં આ ટૂર્નામેન્ટનું આયોજિત થવું મુશ્કેલ બની ગયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને ટી-૨૦ વર્લ્ડકપની યજમાની વાત કહી પરંતુ આગલા વર્ષે ભારતને ૫૦ ઓવર વિમેન્સ વર્લ્ડકપની યજમાની કરવાની હોવાથી બીસીસીઆઈએ સળંગ બે વર્લ્ડકપનું આયોજન કરવાનો ઈનકાર કરી દીધો હતો.