વરસાદે ICCને કરી નાખ્યું બરબાદ !
ટી-૨૦ વર્લ્ડકપમાં વરસાદે `વિલન’નું જ કામ કર્યું છે ! અનેક મેચમાં વરસાદ પડતાં રદ્દ કરવી પડી છે. પાકિસ્તાનનો રૂઆબ ક્રિકેટમાં હંમેશાથી રહ્યો છે. જો કે પાછલા થોડા વર્ષોથી ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે આવામાં જો તે સુપર-૮માં પહોંચ્યું હોત તો આઈસીસીને તેનાથી ફાયદો થયો હતો. પાકિસ્તાનના આવવાથી સુપર-૮માં તેની મોટી-મોટી ટીમ સાથે ઠક્કર થઈ હોત. ત્યાં સુધી કે ભારત-પાકિસ્તાન વચ્ચે પણ સેમિફાઈનલ અથવા ફાઈનલ રમાઈ શકે તેમ હતો. જેટલી મોટી મેચ એટલી વધુ કમાણી થતી હોય છે. સ્ટેડિયમ ભરચક્ક થઈ જાય છે તો કરોડો લોકો ટીવી પર અથવા ઓનલાઈન લાઈવ મેચ જુએ છે. જો કે પાકિસ્તાનના બહાર થઈ જવાથી આઈસીસી સહિતના પ્રસારણકર્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે.