લોકોને જયશ્રી રામ બોલવામાં વાંધો શું છે ? મોહમ્મદ શમી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે લોકોને જયશ્રી રામ બોલવામાં કોઈ જ તકલીફ ન હોવી જોઈએ. દરેક ધર્મમાં પાંચથી દસ લોકો એવા મળી જ જાય છે જેઓ બીજા ધર્મના લોકોને પસંદ કરતા નથી. મને આ વાતથી કોઈ જ વાંધો નથી. આજે મંદિર બની રહ્યું છે તો પછી જયશ્રી રામ બોલવાથી તકલીફ શું છે ? ૧૦૦૦ વખત બોલવું જોઈએ. જો હું અલ્લાહુ અકબર કહેવા માંગું છું તો ૧૦૦૦ વખત કહીશ…ફરક શું પડે છે ? આમ બોલવાથી કોઈનું કશું જતું નથી અને કોઈને કશું મળતું નથી. જો કે જે લોકો આમાં `રમત’ શોધતા હોય તેઓ જરૂર રમી લ્યે છે !!