રોહિતથી લઈ મેક્સવેલ: પાંચ સુપરસ્ટાર’ થઈ શકેરિલિઝ’
છૂટા કરીને ફરીથી ખરીદી કરે અથવા તો બીજી ટીમમાં જવા દેશે તેવી પ્રબળ શક્યતા
બીસીસીઆઈએ આઈપીએલ-૨૦૨૫ની મોટી હરાજી પહેલાં ફ્રેન્ચાઈઝીઓ માટે રિટેન્શન અને રિલિઝને લઈને દિશા-નિર્દેશ જાહેર કર્યા નથી. જો કે લગભગ તમામ ટીમે લિસ્ટ બનાવવાનું શરૂ કરી દીધું છે. ચેન્નાઈ સુપરકિંગ્સે ધોનીને રિટેન કરવાનો નિર્ણય લીધો છે. એવું મનાઈ રહ્યું છે કે બીસીસીઆઈ રાઈટ ટુ મેચ કાર્ડ સહિત મહત્તમ છ ખેલાડીઓને રિટેન કરવાની પરવાનગી આપશે. જો કે અમુક ટીમ છની જગ્યાએ આઠ ખેલાડીને રિટેન કરવાની માંગ કરી રહી છે. આ બધાની વચ્ચે રોહિત શર્માથી લઈ ગ્લેન મેક્સવેલ સુધીના સ્ટાર ખેલાડીઓને તેની ટીમ છૂટા કરી શકે છે.
રોહિત શર્માની વાત કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સ પાસે હાર્દિક, સૂર્યકુમાર, બુમરાહ સહિતના અનેક ખેલાડીઓ છે. જો કે પાછલા વર્ષે રોહિત અને હાર્દિક વચ્ચે થયેલા વિવાદને કારણે રોહિતને છૂટો કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત કે.એલ.રાહુલ કે જે લખનૌ સુપર જાયન્ટસનાો કેપ્ટન છે તેને છૂટો કરાઈ શકે છે. રાહુલ રિટેન થનારો ખેલાડી તો નહીં જ હોય. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના કેપ્ટન ફાફ ડુપ્લેસિસની પાછલી સીઝન કંઈ ખાસ રહી ન્હોતી. તેના બેટમાંથી પણ બિલકુલ રન નીકળ્યા ન્હોતા ત્યારે ફ્રેન્ચાઈઝી તેને છૂટો કરીને કોઈ યુવા ખેલાડીને ખરીદી કેપ્ટન તરીકેની જવાબદારી સોંપી શકે છે.
કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ આગલી સીઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. ટીમ વેંકટેશ અય્યરને રિલિઝ કરી શકે છે જ્યારે નરૈન, રસૈલ, રિન્કુ, સ્ટાર્ક, અય્યર, સોલ્ટને રિટેન કરી શકે છે. પાછલી સીઝનમાં ગ્લેન મેક્સવેલનું પ્રદર્શન પણ અત્યંત ખરાબ રહ્યું હતું જેના કારણે બેંગ્લોરની ટીમ આ વખતે તેના ઉપર કરોડો ખર્ચ કરવાનું પસંદ કરે તેવી શક્યતા નહીંવત્ છે.