રોમાંચક મેચમાં ૧ રને જીત્યું આયર્લેન્ડ
નેધરલેન્ડમાં આયોજિત ટી-૨૦ ટ્રાઈ શ્રેણીના બીજા મુકાબલામાં આયર્લેન્ડે અંતિમ દડે રોમાંચક જીત હાંસલ કરી હતી. યજમાન નેધરલેન્ડને અંતિમ દડે જીત માટે ત્રણ રન બનાવવાના હતા પરંતુ આડયરે માત્ર એક રન આપીને આયર્લેન્ડને જીત અપાવી દીધી હતી. નેધરલેન્ડે પહેલાં બોલિંગ કરી હતી જેની સામે આયર્લેન્ડે ૨૦ ઓવરમાં ૧૫૦ રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડના ઓપનિંગ બેટર માઈકલ લેવિટ અને મેક્સ ઓ’ડાઈએ પહેલી વિકેટ માટે ૩૯ રનની ભાગીદારી કરી હતી. લેવિટ ૧૯ રન બનાવીને આઉટ થયો તો મેક્સે ૩૩ રન બનાવ્યા હતા. આ ઉપરાંત બાસ ડી લીડેએ ૩૨ રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં બોલર ટીમ પ્રિંગલે ૧૩ દડામાં અણનમ ૩૫ રન ઝૂડ્યા હતા પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન્હોતો. આયર્લેન્ડ વતી ફિઓને ત્રણ અને કેમ્ફર-માર્ક અડાયરે ૨-૨ વિકેટ ખેડવી હતી.