રોમાંચક ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને ૩ વિકેટે હરાવતું ઑસ્ટે્રલિયા
બે મેચની શ્રેણી ૨-૦થી કબજે કરી: બીજી ઈનિંગમાં કેરીએ બનાવ્યા અણનમ ૯૮ રન
રોમાંચક તબક્કે પહોંચેલી બીજી ટેસ્ટમાં જીત માટે ઓસ્ટે્રલિયાને ચોથા દિવસે ૨૦૨ રન તો ન્યુઝીલેન્ડને છ વિકેટની જરૂર હતી. જો કે ઓસ્ટે્રલિયાએ જીત મેળવી લીધી હતી. ત્રણ વિકેટે જીત મળતાંની સાથે જ ઓસ્ટે્રલિયાએ બે મેચની શ્રેણી ૨-૦થી પોતાના નામે કરી લીધી છે. એલેક્સ કેરીએ ૯૮ રનની અણનમ ઈનિંગ રમી તો મીચેલ માર્શે ૮૦ અને પેટ કમીન્સે અંતમાં અણનમ ૩૨ રન બનાવ્યા હતા. આ ક્લાસીક મુકાબલામાં બન્ને ટીમનું કૌશલ્ય અને દૃઢ સંકલ્પ જોવા મળ્યો હતો. આ જીત ઓસ્ટે્રલિયા માટે માઈલસ્ટોન સાબિત થશે કેમ કે તેણે ૨૮૦+ રનના પોતાના પાછલા ૧૬ ચેઈઝમાં માત્ર એક જીત હાંસલ કરી હતી.
આ મેચમાં પહેલી ઈનિંગમાં ૮૨ રન પાછળ રહેનારી ન્યુઝીલેન્ડ વતી બીજી ઈનિંગમાં ચાર બેટરોએ ફિફટી બનાવી હતી. રચિન રવીન્દ્રએ ૮૨, ટોમ લૈથમે ૭૩, ડેરિલ મીચેલે ૫૮ અને વિલિયમસને ૫૧ રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત સ્કોટ કુગ્લેઈને ૪૯ દડામાં ૪૪ રન ઝૂડ્યા હતા જેના કારણે ન્યુઝીલેન્ડ ૩૭૨ રન બનાવી શક્યું હતું. આ રીતે ઓસ્ટે્રલિયાને જીત માટે ૨૭૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેણે ૭ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતા