રોનાલ્ડોની ૭૨ કલાકમાં બીજી હેટ્રિક
ફૂટબોલ ક્લબ અલ-નાસેરે મેળવી ૮-૦થી જીત
પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ૭૨ કલાકના અંતરમાં બીજી હેટ્રિક લગાવીને પોતાના ક્લબ અલ-નાસેરને સાઉદી પ્રો લીગમાં અભા ઉપર ૮-૦થી મોટી જીત અપાવી છે. પાંચ વખતના બૈલન ડિ ઓર વિજેતા રોનાલ્ડોએ મુકાબલામાં ત્રણ ગોલ કર્યા અને બે ગોલ કરવામાં મદદ કરી હતી. રોનાલ્ડોએ ત્રણેય ગોલ પ્રથમ હાફમાં કર્યા હતા. નવ વખતની સઉદી અરબ ચેમ્પિયન અલ નાસેર માટે આ સીઝનમાં રોનાલ્ડોની આ ત્રીજી હેટ્રિક છે. અગાઉ તેરે અલ તાઈ ઉપર ૫-૧થી મળેલી જીતમાં પણ હેટ્રિક લગાવી હતી. આ સીઝનમાં તેના કુલ ૨૯ ગોલ થયા છે અને તે અત્યારે ટોપ ગોલ સ્કોરર છે. તેનાથી પાછળ રહેલા હિલાલના એલેક્ઝેન્ડર મિત્રોવિચે ૨૨ ગોલ કર્યા છે પરંતુ ઈજાને કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. અલ નાસેર અત્યારે બીજા ક્રમે છે અને અલ હિલાલથી ૧૨ પોઈન્ટ પાછળ છે જ્યારે લીગની આઠ મેચ રમાવાની હજુ બાકી છે. રોનાલ્ડોના પ્રથમ બે કોલ ફ્રી કીક પર આવ્યા હતા.