રાંચી ટેસ્ટમાંથી બહાર થઈ શકે બુમરાહ
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી બ્રેક લેશે. પહેલાં એવું કહેવાઈ રહ્યું હતું કે તે રાજકોટ ટેસ્ટમાં નહીં રમે. જો કે તેણે આ મેચ રમી હતી. હવે તે રાંચીમાં રમાનારી ટેસ્ટ મેચમાં આરામ કરી ાકે છે. જ્યારે ધર્મશાલામાં રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં તે રમશે કે નહીં તેનો નિર્ણય લેવાયો નથી. જો કે ૨૩ ફેબ્રુઆરીતી રમાનારી ચોથી ટેસ્ટનું પરિણામ તેના રમવા કે ના રમવા પર નિર્ભર રહેશે. બુમરાહે ઈંગ્લેન્ડ શ્રેણીમાં દમદાર પ્રદર્શન કર્યું છે ત્યારે તેની ખોટ ટીમને અવશ્ય પડશે.