રવીન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામે શ્રેણીમાંથી થઈ શકે બહાર
રાહુલ ત્રીજી અથવા ચોથી ટેસ્ટથી કરી શકે વાપસી
ભારતીય ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીના બીજા મુકાબલા પહેલાં તગડો ઝટકો લાગ્યો છે. રવીન્દ્ર જાડેજા અને કે.એલ.રાહુલ ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. જો કે હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જાડેજા એક મેચ નહીં પરંતુ આખી શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. આ પાછળ તેની ઈજાનું ગંભીર હોવું કારણભૂત છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ કદાચ આ શ્રેણીમાં બાદમાં વાપસી કરી લેશે પરંતુ રવીન્દ્ર જાડેજાની ઈજા વધુ ગંભીર હોવાથી તે હવે પછીની મેચો રમે તેવી શક્યતા ઓછી છે. હવે આ મુદ્દે નેશનલ ક્રિકેટ એકેડેમીની મેડિકલ ટીમ શું કહે છે તેના પર સૌનો મદાર છે.
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં રમાયેલી શ્રેણીના પહેલાં યેસ્ટ મુકાબલાના ચોથા દિવસે જાડેજાની રન લેતી વખતે માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી.