યશસ્વી’ બેટિંગ: ઈંગ્લેન્ડ સામે રનની સાથે જ કર્યો રેકોર્ડનો ઢગલો
ઓપનિંગ બેટર જયસ્વાલે ૨૨ વર્ષ ૩૭ દિવસની ઉંમરે જ બનાવી ડબલ સેન્ચુરી:
ભારત તરફથી ડબલ સદી બનાવનારો ૨૫મો બેટર વોઈસ ઓફ ડે, વિશાખાપટ્ટનમ ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે કમાલ કરી દીધી છે. યશસ્વીએ ૨૨ વર્ષની ઉંમરે જે કારનામું કર્યું છે તે ભલભલા ખેલાડીઓ કરી શક્યા નથી. તેણે ૨૭૭ દડામાં ૨૦૯ રનની ઈનિંગ રમીને અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. યશસ્વી ભારતીય ધરતી પર ટેસ્ટમાં ડબલ સેન્ચુરી બનાવનારો સૌથી યુવા ઓપનિંગ બેટર બન્યો છે. તેણે આ કારનામું ૨૨ વર્ષ ૩૭ દિવસની ઉંમરે કર્યું છે. ભારત માટે ટેસ્ટમાં ડબલ સેન્ચુરી બનાવનારા ખેલાડીઓની યાદીમાં સૌથી પહેલું નામ વિનોદ કાંબલીનું છે. તેણે ૧૯૯૩માં ૨૧ વર્ષ અને ૩૫ દિવસની ઉંમરે આ કારનામું ઈંગ્લેન્ડ વિરુદ્ધ કર્યું હતું. હવે યશસ્વી નાની ઉંમરે ડબલ સદી બનાવનારો ચોથો સૌથી યુવા બેટર બન્યો છે. અગાઉ આ કારનામું સૌરવ ગાંગૂલી, વિનોદ કાંબલી અને ગૌતમ ગંભીરે કર્યું છે. ભારત માટે
મેડિન’ ૨૦૦ રન બનાવવા માટે સૌથી ઓછી ઈનિંગ કરુણ નાયર (૩ ઈનિંગ)એ લીધી છે. જો કે હવે આ યાદીમાં યશસ્વીનું નામ પણ ઉમેરાઈ ગયું છે. તેણે પોતાની મેડિન ડબલ સદી ૧૦ ઈનિંગમાં બનાવી છે. તેના કરતા ઉપર ચેતેશ્વર પુજારા (૯ ઈનિંગ), સુનિલ ગાવસ્કર (૮ ઈનિંગ), મયંક અગ્રવાલ (૮ ઈનિંગ) અને વિનોદ કાંબલી (૪ ઈનિંગ) છે.
ટીમ ઈન્ડિયા તરફથી અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ૨૪ ખેલાડીઓએ ડબલ સદી બનાવી છે જેમાં દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર, સૌરવ ગાંગૂલી, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા વગેરે ખેલાડીઓનું નામ સામેલ છે. હવે યશસ્વી ભારત વતી ડબલ સદી બનાવનારો ૨૫મો ખેલાડી બન્યો છે.