મોહિત શર્માના નામે IPLમાં નોંધાયો સૌથી શરમજનક રેકોર્ડ
આઈપીએલ ઈતિહાસમાં એક સ્પેલની અંદર સૌથી વધુ રન લૂંટાવવાનો રેકોર્ડ ગુજરાત ટાઈટન્સના મોહિત શર્માના નામે નોંધાઈ ગયો છે. દિલ્હી કેપિટલ્સ સામે મોહિતે ચાર ઓવરમાં ૭૩ રન આપી દીધા હતા. ઋષભ પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સે મોહિતની અંતિમ ઓવરમાં ૩૧ રન બનાવ્યા હતા જેના કારણે તેનો બોલિંગ ફિગર ૪-૦-૭૩-૦ થઈ ગયો હતો. અગાઉ આ રેકોર્ડ બેસીલ થમ્પીના નામે હતો જેણે ૨૦૧૮માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ વતી રમતા ચાર ઓવરમાં ૭૦ રન આપ્યા હતા. ૩૫ વર્ષીય ફાસ્ટ બોલર મોહિતે ૨૦૧૩માં પોતાનું આઈપીએલ ડેબ્યુકર્યું હતું. અત્યાર સુધી તેણે આઈપીએલમાં રમાયેલી ૧૦૮ મેચમાં ૮.૪૭ની સરેરાશથી બોલિંગ કરીને ૧૨૯ વિકેટ મેળવી છે.
અત્યાર સુધીનો સૌથી ખરાબ બોલિંગ સ્પેલ વિકેટ-રન બોલર ટીમ હરિફ ટીમ સ્થળ વર્ષ
૦-૭૩ મોહિત શર્મા ગુજરાત દિલ્હી દિલ્હી ૨૦૨૪
૦-૭૦ બેસીલ થમ્પી હૈદરાબાદ બેંગ્લુરું બેંગ્લુરુ ૨૦૧૮
૦-૬૯ યશ દયાલ ગુજરાત કોલકત્તા અમદાવાદ
૦-૬૮ રિસ ટૉપલે બેંગ્લોર હૈદરાબાદ બેંગ્લુરુ