મેન્ચેસ્ટર સિટી સળંગ ચોથી વખત બન્યું ચેમ્પિયન
ઈંગ્લીશ પ્રિમીયર લીગના ફાઈનલમાં આર્સેનલનો પરાજય
મેન્ચેસ્ટર સિટીએ ઈંગ્લીશ ફૂટબોલમાં ઈતિહાસ રચતા વેસ્ટ હૈમને ૩-૧થી હરાવીને સળંગ ચોથી વખત પ્રિમીયર લીગની ટ્રોફી જીતી હતી અને આર્સેનલનું દિલ તોડી નાખ્યું હતું. ફિલ ફોડેને બે ગોલ કરીને ટીમને ટ્રોફીની નજીક પહોંચાડી હતી પરંતુ મોહમ્મદ કુદુસે એક શાનદાર ઓવરહેડ કિક સાથે ગોલના અંતરને ઓછું કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે રોડ્રીએ વધુ એક ગોલ કરીને મેન્ચેસ્ટર સિટીને બે ગોલની લીડ અપાવી દીધી હતી. આખી મેચમાં ઘરેલું ટીમ મેન્ચેસ્ટર એક વખત પણ પરેશાન થઈ ન્હોતી અને શાનદાર જીત મેળવી હતી.