મેક્સવેલે વિન્ડિઝ સામે ૫૦ દડામાં ફટકારી સદી
ઑસ્ટે્રલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તોફાની સદી ફટકારીને એક વર્લ્ડ રેકોર્ડમાં બરાબરી કરી છે જે અત્યાર સુધી રોહિત શર્માના નામે હતો. મેક્સવેલે ૫૦ દડામાં પોતાની પાંચમી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સદી પૂર્ણ કરી છે. એક સમયે ઓસ્ટે્રલિયાની ટીમની ૬૪ રને ૩ વિકેટ પડી ગઈ હતી પરંતુ મેક્સવેલના તોફાનમાં વિન્ડિઝ ઉડી ગયુંહતું. મેક્સવેલે ૫૦ દડામાં સદી પૂરી અને ૫૫ દડામાં ૧૨ ચોગ્ગા, ૮ છગ્ગાની મદદથી ૧૨૦ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ રોહિત શર્માએ બનાવ્યો હતો. રોહિતે પાંચ સદી બનાવી છે તેની સામે હવે મેક્સવેલે પણ પાંચ સદી પૂર્ણ કરી તેની બરાબરી કરી લીધી છે.