મારાથી ભૂલ થઈ ગઈ છે !!
એબી ડિવિલિયર્સે પણ ફેલાવ્યા `ફેક ન્યુઝ’
સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સે કહ્યું કે તેણે ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી વિશે ખોટી માહિતી સૌને આપીને મોટી ભૂલ કરી છે. કોહલીએ વ્યક્તિગત કારણોસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લીધો છે જેની જાણ ડિવિલિયર્સને છે જ નહીં. ડિવિલિયર્સે થોડા દિવસ પહેલાં પોતાની યુ-ટ્યુબ ચેલ પર દાવો કર્યો હતો કે કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે પોતાના બીજા બાળકના જન્મની રાહ જોઈ રહ્યો છે. જો કે હવે તેણે કહ્યું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને મેં કરેલી વાત બિલકુલ સત્ય નથી !!
સાઉથ આફ્રિકાની લીગ એસએ-૨૦ના બ્રાન્ડ એમ્બેસેડર ડિવિલિયર્સે કહ્યું કે હું બસ, એ જ વિચારું છે કે જે કંઈ પણ વિરાટ અને તેના પરિવાર માટે સારું હોય તેને પ્રાથમિક્તા મળવી જોઈએ. કોઈ નથી જાણતું કે આખરે ત્યાં શું ચાલી રહ્યું છે. હું માત્ર તેના માટે બધું જ સારી થાય તેવી પ્રાર્થના કરી રહ્યો છું. કોહલીના બ્રેક લેવાનું કારણ કંઈક પણ હોય પરંતુ મને વાસ્તવમાં આશા એવી છે કે તે મજબૂત અને શ્રેષ્ઠ બનીને વાપસી કરશે.
ડિવિલિયર્સે ટી-૨૦ વર્લ્ડકપમાં સૂર્યકુમાર વિશે કહ્યું કે ભારત આ ટૂર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. વર્લ્ડકપમાં સૂર્યકુમાર યાદવ શ્રેષ્ઠ ખેલાડી સાબિત થાય તેવી મને આશા છે. સૂર્યકુમાર યાદવને પણ મીસ્ટર ૩૬૦ ડિગ્રીની ઉપમા મળી છે જે અગાઉ ડિવિલિયર્સને મળી હતી.