મનોરંજનનો ભરપૂર `ડોઝ’: ૧૦ મેચને ૩૫ કરોડ લોકોએ જોઈ
આઈપીએલની વ્યુઅરશિપે પાછલા તમામ રેકોર્ડ તોડ્યા
આઈપીએલ-૨૦૨૪ બેટર-બોલરનો ધૂમધડાકો યથાવત છે. લોકો પણ આઈપીએલ મુકાબલા જોવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. સ્થિતિ એવી છે કે ટૂર્નામેન્ટના પ્રથમ ૧૦ મુકાબલાએ આઈપીએલમાં વ્યુઅરશિપના મામલે ઈતિહાસ રચી દીધો છે. પ્રથમ ૧૦ મેચને ૩૫ કરોડ દર્શકોએ જોઈ છે જે ટૂર્નામેન્ટની કોઈ પણ સીઝનના સૌથી વધુ છે અને તેમાં કોરોના મહામારી દરમિયાન રમાયેલી સીઝન પણ સામેલ છે. ડિઝ્ની સ્ટાર તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ટૂર્નામેન્ટને કુલ વોચટાઈમ ૮૦૨૮ કરોડ મિનિય રહી છે ચે પાછલા વર્ષની તુલનાએ ૨૦% વધુ છે. ડિઝ્ની સ્ટાર (સ્પોર્ટસ)ના પ્રમુખ સંજોગ ગુપ્તાએ કહ્યું કે અમે દર્શકોને કેન્દ્રમાં રાખમાં પહેલી કરી જેના કારણે દર્શકોની સંખ્યામાં વધારો થયો છે. ડિઝ્ની સ્ટાર આઈપીએલનું ૧૦ ભાષામાં પ્રસારણ કરી રહ્યું છે જેમાં મુકબધીર અને દૃષ્ટિહિન ચાહકો માટે સ્પેશ્યલ ફિડ પણ સામેલ છે.