ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ: પ્રથમ દિવસ વરસાદે ધોઈ નાખ્યો
ટોસ પણ ન થઈ શક્યો
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગ્લુરુ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. ભારે વરસાદને કારણે બન્ને ટીમના કેપ્ટન ટોસ માટે પણ મેદાન પર આવી શક્યા ન્હોતા. બેંગ્લુરુમાં ૨૪ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો હતો. સવારથી જ એમ.ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમના મેદાનને કવરથી ઢાંકી દેવાયું હતું. સતત વરસાદને કારણે ખેલાડીઓ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ પણ કરી શક્યા ન્હોતા અને તમામે ઈનડોર પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો.
દિવસના પ્રથમ સેશન સુધી સતત વરસાદ પડતો રહ્યો હતો. જો કે ટી-બ્રેક પહેલાં વરસાદ અટકી જતાં અમ્પાયરોએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ પછી કવર હટાવ્યું કે તુરંત જ વરસાદ શરૂ થઈ જતાં ગ્રાઉન્ડને ફરી ઢાંકી દેવાયું હતું અને અમ્પાયરોએ દિવસની રમતને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.