ભારતીય ટીમ વચ્ચે કેવી રીતે વહેંચાશે ૧૨૫ કરોડનું ઈનામ ?
મુખ્ય ૧૫ ખેલાડીને પાંચ-પાંચ અને રિઝર્વ ખેલાડીને એક-એક કરોડ ચૂકવાશે: બાકીના પૈસા સપોર્ટિંગ સ્ટાફને મળશે
રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ જીતી લીધો છે. આ જીત બાદ બીસીસીઆઈએ ટીમ માટે ૧૨૫ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું જે ટીમને આપવામાં આવ્યું છે. આ ઈનામ પર ટીમના ખેલાડીઓ, સપોર્ટિંગ સ્ટાફ અને રિઝર્વ પ્લેયર્સનો પણ હક્ક છે. હવે બધાને એક જ પ્રશ્ન છે કે આખરે આ ૧૨૫ કરોડનું ઈનામ બધા વચ્ચે વહેંચાશે કેવી રીતે ?
ભારતીય ટીમને બીસીસીઆઈ ઉપરાંત આઈસીસીએ પણ ૨૦ કરોડનું ઈનામ આપ્યું છે. અહેવાલ પ્રમાણે ખેલાડીઓને બે પ્રકારે પૈસા અપાય છે. જો ખેલાડીને પૈસા તેની ફી સાથે પ્રોફેશ્નલ ફી તરીકે અપાય છે તો રકમ ઉપર ૦%નું ટીડીએસ કપાશે. આ રકમ ઉપર સેક્શન-૧૯૪ જેબી હેઠળ ટીડીએસ કપાશે. આ પછી પૈસા ખેલાડીની આવકમાં દેખાશે અને આઈટીઆરમાં આવકવેરાના હિસાબથી નિર્ણય થશે.
બીજી બાજુ જો આ રકમ ખેલાડીઓને ઈનામના રૂપમાં અપાય છે તો તેના પર એ હિસાબથી ટેક્સ લાગશે. ઈનામ ઉપર પહેલાંથી જ ૩%નું ટીડીએસ કાપી લેવાશે. પછી આ સ્થિતિમાં રકમ ઉપર ૩૦% સુધીનો ટેક્સ કપાશે અને બાકી રહેલી રકમ ખેલાડીઓને અપાશે.
અહેવાલો પ્રમાણે ૧૨૫ કરોડની ઈનામી રકમને ટીમના ૧૫ ખેલાડીઓ, ૪ રિઝર્વ ખેલાડી અને ટીમના સપોર્ટ સ્ટાફના અંદાજે ૧૫ સભ્યો વચ્ચે વહેંચાશે. આમાં ટીમના મુખ્ય ૧૫ ખેલાડીઓને અંદાજે પાંચ-પાંચ કરોડ અપાઈ શકે છે. આ ઉપરાંત સપોર્ટ સ્ટાફ અને બાકી ચાર રિઝર્વ ખેલાડીઓને એક-એક કરોડ ચૂકવાઈ શકે છે.