ભારતમાં સૌથી વધુ વિકેટ લેનારો અશ્વિન પ્રથમ બોલર
કુંબલે, કપિલ, હરભજન, જાડેજા સહિતના પાછળ છૂટી ગયા
ભારતીય ટીમના અનુભવી ઑફ સ્પીનર આર.અશ્વિને રાંચી ટેસ્ટમાં ઈતિહાસ રચી દીધો છે. તેણે ભારતના પૂર્વ દિગ્ગજ લેગ સ્પીનર અનિલ કુંબલેને પાછળ છોડ્યા છે. અશ્વિન ભારત વતી ભારતમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો બોલ બન્યો છે. અત્યાર સુધી ભારતમાં તેના કરતા વધુ વિકેટ કોઈ પણ બોલર લઈ શક્યો નથી. અશ્વિને બેન ડકેટ અને ઓલી પોપને આઉટ કરી ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં ૩૫૧ વિકેટ ખેડવી છે. અશ્વિન એકમાત્ર ભારતીય બોલર છે જેણે બે ટીમ (ઈંગ્લેન્ડ-ઑસ્ટે્રલિયા) વિરુદ્ધ ટેસ્ટમાં ૧૦૦-૧૦૦ વિકેટ મેળવી છે. કુંબલેએ ભારતમાં ૩૫૦ વિકેટ લીધી હતી. આવી જ રીતે હરભજનના નામે ૨૬૫, કપિલ દેવના નામે ૨૧૯, અને રવીન્દ્ર જાડેજાના નામે ૨૧૦ વિકેટ છે.