બેટિંગમાં ખખડ્યું છતાં બાંગ્લાદેશે બનાવ્યો રેકોર્ડ !
ચેન્નાઈ ટેસ્ટમાં ભારતના ૩૭૬ રનના જવાબમાં બાંગ્લાદેશ ૧૪૯ રનમાં જ આઉટ થઈ ગયું હતું આમ છતાં તેણે એક રેકોર્ડ પણ બનાવ્યો છે. ભારતમાં એવું બીજી વખત બન્યું છે ત્યારે કોઈ ઈનિંગમાં ટીમના ટોચના ચાર બેટર ડાબા હાથના હોય. બાંગ્લાદેશ માટે ઉતરેલા ટોપ-૪ બેટર શદમાન ઈસ્લામ, જાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો અને મોમિનુલ હક્ક ડાબા હાથના બેટર છે. આ સાથે જ એક સંયોગ પણ રચાયો છે. પાછલી વખતે જ્યારે આવું બન્યું ત્યારે પણ ચેન્નાઈનું જ સ્ટેડિયમ હતું. ત્યારે ૨૦૦૪માં ભારતનો મુકાબલો ઑસ્ટે્રલિયા સામે હતો અને તેમાં મેથ્યુ હેડન અને જસ્ટિન લેંગરે ઈનિંગની શરૂઆત કરી હતી. આ પછી એડમ ગીલક્રિસ્ટ અને સાઈમન કેટિચ બેટિંગમાં આવ્યા હતા જે પણ ડાબોડી જ હતા.