Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

બેઝબોલ’નો ઘમંડ તૂટ્યો: ‘ભારત સામે ઈંગ્લેન્ડનું સરન્ડર’

Tue, February 6 2024


અશ્વિન-બુમરાહ સામે પડી ગયા ઘૂંટણીયે: વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતનો ૧૦૬ રને વિજય: શ્રેણી ૧-૧થી બરાબર: હવે ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટમાં મુકાબલો

ભારતે ઈંગ્લેન્ડને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ૧૦૬ રને રગદોળી નાખ્યું છે. મુકાબલામાં ભારતે ઈંગ્લેન્ડને જીત માટે ૩૯૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેનો પીછો કરતી વખતે ઈંગ્લીશ ટીમ રમતના ચોથા દિવસે ૨૯૨ રને ઓલઆઉટ થઈ હતી. આ જીત સાથે જ ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ૧-૧ની બરાબરી કરી લીધી છે. હવે બન્ને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.
ભારત વતી બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહ અને આર.અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ ખેડવી હતી. બુમરાહે મેચમાં કુલ નવ વિકેટ મેળવતાં તેને પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો. આ જીત સાથે જ ભારતે `બેઝબોલ’નો ઘમંડ તોડી નાખ્યો છે કેમ કે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને કહ્યું હતું કે તેની ટીમ ૩૯૯ રનનો લક્ષ્યાંક ૬૦થી ૭૦ ઓવરમાં જ હાંસલ કરવાનો પ્રયાસ કરશે. જો કે તે આવું કરી શક્યા ન્હોતા. ઈંગ્લેન્ડ વતી માત્ર જૈક ક્રાઉલી જ ૫૦ રનના આંકડાને પાર કરી શક્યો હતો.
લક્ષ્યાંકનો પીછો કરવા દરમિયાન ઈંગ્લેન્ડની પહેલી વિકેટ ત્રીજા દિવસે પડી હતી જ્યારે બેન ડકેટ સ્પીનર આર.અશ્વિનનો શિકાર બન્યો હતો. આ પછી રેહાન અહમદને અક્ષર પટેલે, અશ્વિને ઓલી પોપ અને જો રુટને આઉટ કરીને ઈંગ્લેન્ડને પાછળ ધકેલી દીધું હતું. ત્યારબાદ ભારતને સૌથી મોટી સફળતા જૈક ક્રાઉલીના રૂપમાં મળી હતી. લંચ પહેલાં બુમરાહે બેરિસ્ટોને આઉટ કર્યો તો લંચ બાદ બેન સ્ટોક્સ રનઆઉટ થયો હતો. ૨૨૦ રને સાત વિકેટ પડ્યા બાદ બેન ફોક્સ અને ટૉમ હાર્ટલેએ ૫૫ રનની ભાગીદારી કરી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા ન્હોતા. બુમરાહે ફોક્સને આઉટ કરીને આ ભાગીદારીને તોડી નાખતાં ભારતની જીત લગભગ પાક્કી થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલની શાનદાર ડબલ સદીની મદદથી પહેલી ઈનિંગમાં ૩૯૬ રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેડની પહેલી ઈનિંગ ૨૫૩ રને સંકેલાઈ હતી. ભારતે પહેલી ઈનિંગના આધારે ૧૪૩ રનની લીડ લીધા બાદ બીજી ઈનિંગમાં ૨૫૫ રન બનાવતાં ઈંગ્લેન્ડને જીતવા માટે ૩૯૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. બીજી ઈનિંગમાં ભારત વતી શુભમન ગીલે સદી બનાવી હતી.


ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો અશ્વિન
બોલર મેચ વિકેટ
આર.અશ્વિન ૨૧ ૯૭
બી.એસ.ચંદ્રશેખર ૨૩ ૯૫
અનિલ કુંબલે ૧૯ ૯૨
બિશન સિંહ બેદી ૨૨ ૮૫
કપિલ દેવ ૨૭ ૮૫


ગીલ ઈજાગ્રસ્ત, રાજકોટમાં રમવા પર સસ્પેન્સ
રાજકોટમાં ૧૫ ફેબ્રુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાય તે પહેલાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. બીજા ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી બનાવનાર શુભમન ગીલ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. બીસીસીઆઈએ સોશ્યલ મીડિયા પર સત્તાવાર નિવેદન આપીને કહ્યું કે બીજા દિવસની રમતમાં ગીલની આંગળીમાં ઈજા પહોંચી હતી એટલા માટે તે ચોથા દિવસે ફિલ્ડિંગ કરવા ઉતર્યો ન્હોતો. ગીલ ઈન્જર્ડ થઈ જતાં સરફરાઝ ખાનને મેદાને ઉતારાયો હતો.


રોહિતે રચ્યો ઈતિહાસ: ધોનીનો રેકોર્ડ તૂટ્યો
ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત સાથે જ રોહિત શર્માએ ઈતિહાસ રચી દીધો છે. તેણે અત્યાર સુધી કોઈ એશિયન કેપ્ટન નથી કરી શક્યો તે કરી બતાવ્યું છે. એટલું જ નહીં ધોની પણ પાછળ છૂટી ગયો છે. રોહિત શર્માની આગેવાનીમાં રમાઈયેલી ૧૩ ટેસ્ટમાં ૭મી જીત છે. રોહિત હવે ધોની કરતા વધુ જીતેલી આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનો હિસ્સો રહ્યો છે. ધોનીએ ભારતીય ટીમ સાથે ૨૯૫ મેચ જીતી છે તો રોહિતની જીત ૨૯૬મી થઈ ગઈ છે. આ મામલે વિરાટ કોહલીના નામે ૩૧૩ જીત છે અને તે હજુ પણ ટીમ સાથે જોડાયેલો છે.

Share Article

Other Articles

Previous

કેજરીવાલના અંગત સચિવ અને સાંસદ સહિત 12 સ્થળે ઇડીના દરોડા

Next

રોજ ખાઓ આ વસ્તુઓ, એનિમિયા દૂર થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
13 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
14 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો લોકોએ કર્યો લાખો લિટર ઘીનો અભિષેક
ગુજરાત
2 વર્ષ પહેલા
વાયનાડ અને કેદારનાથમાં શું છે સ્થિતિ ? કેટલો થયો મૃત્યુઆંક ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અલી લારીજાનીનું ઇઝરાયેલના હુમલામાં મોત, એમના પુત્રનું પણ મૃત્યુ, ઈરાનની સિક્યુરિટી કાઉન્સિલે કરી પુષ્ટિ, સઈદ જલીલી બનશે નવા સિક્યુરિટી ચીફ
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું સરાહનીય કામ : કર્મચારીઓને લઘુત્તમ વેતન અપાવ્યુ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર