ફિલ્મ 12th failના ડાયરેક્ટર પુત્રની રણજી ટ્રોફીમાં ધમાલ
અગ્નિદેવ ચોપડાએ ચાર મેચમાં પાંચ સદીની મદદથી ઝૂડ્યા ૭૬૭ રન
જાણીતા ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાનો પુત્ર અગ્નિદેવ ચોપડા સતત ચર્ચામાં છે. રણજી ટ્રોફીની ચાલું સીઝનમાં અગ્નિદેવ ચોપડા વિપક્ષી બોલરો માટે આફત બની ગયો છે. અગ્નિદેવ ચોપડા ઘરેલું ક્રિકેટમાં મિઝોરમ માટે રમે છે. આ ૨૫ વર્ષીય ખેલાડીએ પોતાની પહેલી ચાર ફર્સ્ટ ક્લાસ મેચમાં ૭૬૭ રન બનાવ્યા છે. અગ્નિદેવે ક્રમશ: ૧૬૬, ૯૨, ૧૬૪, ૧૧૪, ૧૦૫ અને ૧૦૧ રન બનાવ્યા છે. લોકોનું માનવું છે કે અગ્નિદેવ ચોપડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાથ અજમાવી શકતો હતો કેમ કે તેના પિતા કોઈ ઓળખના મોહતાજ નથી.
અગ્નિદેવ ચોપડા કહે છે કે મને નાનપણથી આ સવાલ પૂછવામાં આવતો કે શું તમે ફિલ્મોમાં જશો પરંતુ મેં ક્યારેય ફિલ્મોમાં જવા માટે વિચાર્યું નથી. મને ફિલ્મોમાં બિલકુલ રસ ન્હોતી. મારો મતલબ છે કે મને ફિલ્મો જોવી પસંદ છે પરંતુ તેમાં કામ કરવું નથી ગમતું એટલા માટે જ મેં ક્રિકેટમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું છે.
મારા પિતાએ મને ક્રિકેટમાં આગળ વધવાની આઝાદી આપી છે. અગ્નિદેવ ચોપડા મુંબઈ તરફથી અન્ડર-૧૯ અને અન્ડર-૨૩ રમી ચૂક્યો છે. જો તેમાં તેનું પ્રદર્શન સારું રહ્યું ન્હોતું એટલા માટે હવે તે મિઝોરમ વતી ફર્સ્ટ ક્લાસ મેચ રમી રહ્યો છે.