પ્લીઝ, મને કિંગ’ ન કહો, શરમ આવે છે !!
મને માત્ર વિરાટ જ કહો...કોહલીએ પોતાના ચાહકોને કરી ભારપૂર્વક અપીલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આવતીકાલથી આઈપીએલમાં પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ટીમનો મુકાબલો ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સ સામે થવાનો છે. આ દરમિયાન ભારતીય ટીમના રનમશીન તરીકે ઓળખાતા વિરાટ કોહલીએ પોતાના નામને લઈને એક મહત્ત્વનો ખુલાસો કર્યો છે. તેણે ચાહકોને પોતાના દિલનું રાજ ખોલતાં કહ્યું કે તેને
કિંગ’ નામથી ન બોલાવવો જોઈએ કેમ કે તેને શરમ આવી રહી છે !
લાંબા સમયથી કોહલીના શાનદાર રેકોર્ડ અને તેના પ્રદર્શનને ધ્યાનમાં રાખી ક્રિકેટ કિંગનું ઉપનામ અપાયું છે. હવે સોશ્યલ મીડિયા પર ચાહકો આ જ નામનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ પાછળ દલીલ એવી હતી કે જો મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન છે તો તેના અનેક રેકોર્ડ તોડનારા કોહલીને કિંગ કહેવામાં આવે. હવે કોહલી આ નામને પૂર્ણ કરવા ઈચ્છે છે કેમ કે આ પ્રકારના નામથી તેણે શરમમાં મુકાવવું પડી રહ્યું છે.
કોહલીએ કહ્યું કે ફરીથી પરત આવવું સારું લાગી રહ્યું છે પરંતુ ચાહકોને હું એટલું જ કહીશ કે મને વિરાટ કહીને જ બોલાવે…ઉલ્લેખનીય છે કે અગાઉ સચિન તેંડુલકરે પોતાના ચાહકોને અનુરોધ કર્યો હતો પરંતુ આજે તેના નિવૃત્ત થયાના ૧૧ વર્ષ બાદ પણ લોકો તેને ક્રિકેટના ભગવાન તરીકે જ ઓળખે છે. કોહલીને પણ સચિન જેવો જ પ્રેમ અને પ્રશંસા મળે છે એટલા માટે ચાહકો હજુ પણ કોહલીને કિંગ કહીને જ બોલાવશે તેમાં કોઈ શંકા નથી.