…ને અચાનક ધોનીએ RCBના ડે્રસિંગરૂમમાં મારી એન્ટ્રી
આજે ચેન્નાઈ-બેંગ્લોર વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાય તે પહેલાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ધોનીએ બેંગ્લોરના કેમ્પને ચોંકાવી દઈને તેના ડે્રસિંગ રૂપમાં એન્ટ્રી કરી હતી. અહીં તેણે આરસીબીના સપોર્ટ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી અને સપોર્ટ સ્ટાફ પાસેથી પેપર કપમાં ચા પણ પીધી હતી. ત્યાં ઉપસ્થિત લોકો ધોનીને જોઈ એકદમ ખુશ થઈ ગયા હતા અને ધોનીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું