ધ્રુવ જુરેલે ધોની સ્ટાઈલ’માં ઓલી પોપને કર્યો સ્ટમ્પિંગ
ટેસ્ટમાં ધોનીએ એ કામ કરી બતાવ્યું જે એક દશકા કરતા વધુ સમય સુધી સ્ટમ્પ પાછળ ઉભા રહીને ધોનીએ અને ત્યારબાદ ઋષભ પંતે વિકેટકિપર તરીકે કર્યું હતું. ધોની વિકેટ પાછળથી બોલરોને કહેતો રહે છે કે બેટર શું કરવાની ફિરાકમાં છે. આવું જ કંઈક ધ્રુવ જુરેલે દર્મશાલા ટેસ્ટમાં કર્યું છે. તેણે દડા પહેલાં બોલર કુલદીપ યાદવને કહ્યું હતું કે બેટર આગળ વધશે અને બન્યું પણ આવું જ. કુલદીપે પણ પરખ કરી લીધી કે બેટર ઓલી પોપ આગળ નીકળશે એટલે તેણે એક શ્રેષ્ઠ દડો ફેંક્યો અને ટે્રપમાં ઓલી પોપ ફસાઈ જતા જુરેલે તેને આઉટ કરી દીધો હતો. આ દરમિયાન કોમેન્ટરી કરી રહેલા હર્ષા ભોગલેએ કહ્યું કે કેવી રીતે ધ્રુવે કુલદીપને પહેલાંથી જ બતાવી દીધું હતુ કે
બઢેગા આગે…બઢેગા આગે…’ કુલદીપ પણ સમજી ગયો હતો કે ઓલી પોપ આવું કરી શકે છે કેમ કે પહેલાં સેશનના અંતિમ દડા જ બાકી રહ્યા હતા અને પોપ પોતે અણનમ પરત ફરે તેવું ઈચ્છતો હતો પરંતુ આવું બન્યું ન્હોતું.