ધોની-રોહિત-કોહલી ન કરી શક્યા તે સ્ટાર્કે કરી બતાવ્યું
અનુભવી ફાસ્ટ બોલર મીચેલ સ્ટાર્કે આઈપીએલમાં આ વખતે ૨૦૧૫ પછી ભાગ લીધો હતો. સૌથી મોંઘો ખેલાડી તે જ હતો કેમ કે કેકેઆરે તેને ૨૪.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે જ તેણે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હૈદરાબાદ વિરુદ્ધ પ્રથમ ક્વોલિફાયર અને ફાઈનલમાં મીચેલ સ્ટાર્ફે જોરદાર બોલિંગ કરી હતી જેના પગલે તેને બન્ને મેચમાં પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. તે એક સીઝનમાં પ્લેઑફમાં સૌથી વધુ પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ મેળવનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ કોઈ બનાવી શક્યું નથી. આઈપીએલમાં આ વખતે કેકેઆર વતી રમતાં સ્ટાર્કે ૪૧.૫ ઓવર ફેંકી હતી જે દરમિયાન તેણે ૧૦.૬૧ની ઈકોનોમીથી બોલિંગ કરતા ૧૭ વિકેટ ખેડવી હતી. સ્ટાર્ક મોંઘો જરૂર સાબિત થયો પરંતુ તેણે વિકેટ પણ મેળવી હતી.