દીપક ચાહરને ફૂડ ડિલિવરી કંપનીએ રાખ્યો ભૂખ્યો !
દીપક ચાહર લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. જો કે તાજેતરમાં જ તે છેતરપિંડીનો શિકાર થયો હોવાની જાણકારી તેણે સોશ્યલ મીડિયા થકી આપી છે. ચાહરે એક ઓનલાઈન ફૂડ ડિલિવરી એપથી ભોજન મંગાવ્યું હતું પરંતુ તેના સુધી ભોજન પહોંચ્યું ન્હોતું. ચાહરે લખ્યું કે ભારતમાં નવી છેતરપિંડી, ભોજન ઓર્ડર કર્યું પરંતુ મળ્યું હજુ સુધી નથી. કસ્ટમર સર્વિસને ફોન કર્યો તો તેણે કહ્યું કે ભોજન ડિલિવર થઈ ચૂક્યું છે અને હું ખોટું બોલી રહ્યો છું ! મને લાગે છે કે ઘણા બધા લોકો આ પ્રકારની સમસ્યાનો સામનો કરતા હશે. દીપકે ભોજન ડિલીવર કરનારી કંપનીને એક્સ પર ટેગ પણ કર્યું છે. એ કંપનીએ દીપકને જવાબ આપતાં લખ્યું કે દીપક, અમે તમારા અનુભવનેલઈને ચિંતીત છીએ અને તમારી માફી માંગીયે છીએ. અમે આ મુદ્દાને ગંભીરતાથી લઈએ છીએ અને ઝડપથી તેનું સમાધાન કરશું. દીપકે જવાબ આપ્યો કે ભૂખ માટે ભોજનની જરૂર હોય છે એટલા માટે રિફંડની જગ્યાએ ભોજન આપવું જોઈએ.