તો પછી અમારે ત્યાં રમો: ભારત-પાક. શ્રેણીની રમાડવા ઑસ્ટે્રલિયા તૈયાર !
નવેમ્બરમાં બન્ને ટીમ ઓસ્ટે્રલિયાના પ્રવાસે જશે
ભારત-પાકિસ્તાન જો ભવિષ્યમાં કોઈ સ્થળે ટેસ્ટ શ્રેણી રમવા માટે રાજી થાય છે તો ક્રિકેટ ઓસ્ટે્રલિયા યજમાની કરવા માટે તૈયાર છે ! ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવને કારણે ૨૦૧૨-૧૩થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ રહી નથી. આ બન્ને હવે આઈસીસી અથવા એશિયન ક્રિકેટ કાઉન્સીલ આયોજિત ટૂર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન બન્નેની ટીમે આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટે્રલિયાનો પ્રવાસ કરવાનો છે. પાકિસ્તાન ઑસ્ટે્રલિયા સામે વન-ડે અને ટી-૨૦ શ્રેણી તો ભારત પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. મેલબર્ન ક્રિકેટ ક્લબ અને વિક્ટોરિયા સરકારે ભારત-પાકિસ્તાન વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં આ બન્ને દેશોની યજમાની કરવામાં રસ દાખવ્યો છે કેમ કે ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૨માં આ બન્ને દેશ વચ્ચે મેલબર્ન ક્રિકેટ ક્રાઉન્ડ પર રમાયેલી મેચ જોવા માટે અંદાજે એક લાખ લોકો પહોંચ્યા હતા !