તમે ફિટ છો: પંતને IPL રમવાની છૂટ
આઈપીએલ-૧૭માં પંત દિલ્હી કેપિટલ્સ વતી ધમાલ મચાવવા સંપૂર્ણ રીતે તૈયાર છે. પંતને નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) તરફથી લીલીઝંડી મળી છે મતલબ કે નેશનલ ક્રિકેટ એકેડેમીએ વિકેટકિપર-બેટરને ફિટ જાહેર કર્યો છે. જો કે પંત આઈપીએલમાં વિકેટકિપર તરીકે રમશે નહીં પરંતુ માત્ર બેટર તરીકે જ રમશે. ઉલ્લેખનીય છે કે પંત કાર દૂર્ઘટનાનો શિકાર બન્યો હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ રમી રહ્યો નથી. આ ઉપરાંત તેણે ગત વખતની સીઝન પણ મીસ કરી હતી અને ટીમ ઈન્ડિયા વતી પણ રમી રહ્યો નથી. જો કે હવે તે ક્રિકેટમાં વાપસી કરી રહ્યો હોવાથી આગામી સમયમાં શરૂ થઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપમાં પણ તેની દાવેદારી રહેશે.