ડેવિડે છેલ્લા દડે ચોગ્ગો ફટકારી ઑસ્ટે્રલિયાને જીતાડ્યું
: ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦માં રનોનું રમખાણ: બન્ને ટીમે કર્યો ૨૦૦+ સ્કોર
ન્યુઝીલેન્ડ-ઑસ્ટે્રલિયા વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીનો પ્રારંભ રોમાંચક અંદાજમાં થયો છે. વેલિંગ્ટનમાં રમાયેલી પહેલી મેચમાં બન્ને ટીમે ૨૦૦+ સ્કોર બનાવ્યો હતો. ન્યુઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૨૧૫ રન બનાવ્યા તો ઓસ્ટે્રલિયાએ છેલ્લા દડે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ઑસ્ટે્રલિયાને એક દડામાં ચાર રનની જરૂર હતી અને ટીમ ડેવિડે ચોગ્ગો લગાવીને ટીમને જીતાડી દીધી હતી.
ન્યુઝીલેન્ડે ૨૧૫ રન બનાવ્યા તેમાં ડેવોન કૉન્વેએ રચીન રવીન્દ્ર સાથે મળીને ૬૪ દડામાં કરેલી ૧૧૩ રનની ભાગીદારી મુખ્ય હતી. રચીને ૬૮ તો કૉન્વેએ ૬૩ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટે્રલિયાએ પણ દમદાર પ્રારંભ કર્યો હતો. ટે્રવિસ હેડ અને ડેવિડ વૉર્નરે ઝડપી શરૂઆત કરી પરંતુ તે ૧૫ દડામાં ૨૪ રન જ બનાવી શક્યો હતો. આ પછી વોર્નર પણ ૨૦ દડામાં ૩૨ રન બનાવી આઉટ થયો હતો. આ પછી કેપ્ટન માર્શે ૪૪ દડામાં ૭૨ રનની અણનમ ઈનિંગ રમીને જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. માર્શે વોર્નર, મેક્સવેલ, ઈંગ્લીશ બાદ છેલ્લે ટીમ ડેવિડ સાથે ૩૧ રનની ભાગીદારી કરી હતી.