ટેસ્ટ રેન્કીંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો
બુમરાહ પ્રથમ ક્રમે, બેટિંગમાં યશસ્વી પહેલી વખત ટોપ-૧૦માં: કોહલી આઠમા તો રોહિત ૧૧મા ક્રમે
આઈસીસીએ ટેસ્ટ રેન્કીંગ જાહેર કર્યું છે જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઘણો ફાયદો મળ્યો છે. યુવા બેટર યશસ્વી જયસ્વાલ પહેલી વખત ટોપ-૧૦માં પહોંચ્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ રેન્કીંગમાં ફાયદો થયો છે. યશસ્વી અને રોહિત બે-બે સ્થાન ઉપર પહોંચ્યા છે તો શુભમન ગીલ અને રવીન્દ્ર જાડેજાએ પોતાનો ક્રમ જાળવી રાખ્યો છે. બોલિંગ રેન્કીંગમાં જસપ્રીત બુમરાહને ફાયદો થયો છે.
ટેસ્ટ રેન્કીંગમાં ભારતીય ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી આઠમા ક્રમે તો યશસ્વી જયસ્વાલ ૧૦મા નંબરે છે. યશસ્વીએ તાજેતરમાં જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ૧૧મા નંબરે છે. રોહિતને પણ બે સ્થાનનો ફાયદો મળ્યો છે જ્યારે શુભમન ગીલ ૩૧મા અને જાડેજા ૩૭મા ક્રમે છે.
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલિંગ રેન્કીંગમાં પ્રથમ ક્રમે છે તો રવિચંદ્રન અશ્વિન બીજા નંબરે છે. આવી જ રીતે રવીન્દ્ર જાડેજાને બોલિંગ રેન્કીંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે અને તે સાતમા ક્રમે છે.
