ટેનિસ સ્ટારની અપીલ, RCBને વેચી નાખો !
દિગ્ગજ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિએ કહ્યું છે કે ક્રિકેટની રમત, આઈપીએલ, ચાહકો અને ખેલાડીઓની ભલાઈ માટે મને લાગે છે કે બીસીસીઆઈએ આરસીબીને નવા માલિકને વેચવાની જરૂર છે ! નવી ફ્રેન્ચાઈઝી એવી હોય જે આ ટીમની સંભાળ રાખે જેવી રીતે અન્ય ટીમ રાખી રહી છે. ભૂપતિ પહેલાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને પણ આરસીબીની ટીકા કરી હતી. તેણે કહ્યું કે તમે સૌથી મોટા વ્યક્તિગત નામોને ખરીદી શકો છો પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ટૂર્નામેન્ટ જીતવા આવી રહ્યા છે. બેંગ્લોરુમાં ગેલ, ડિવિલિયર્સ, કોહલી જેવા ખેલાડીહોવા છતાં હજુ સુધી તે ચેમ્પિયન બની શકી નથી જે તેની નિષ્ફળતા બતાવી રહી છે.
