ઝીમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર પર દીપડાનો હુમલો
પાલતું શ્વાને દીપડા સામે લડી જીવ બચાવ્યો
ઝીમ્બાબ્વે ક્રિકેટ ટીમના પૂર્વ ઑલરાઉન્ડર ગાય વિટલ પર હુમાની ક્ષેત્રમાં તાજેતરમાં જ દીપડાએ જીવલેણ હુમલો કર્યો છે. ગાય વિટલ હુમાની ક્ષેમાિં ટે્રકિંગ માટે ગયા હતા જ્યાં આ ઘટના બની હતી. જો કે વિટલના પાલતું શ્વાન `ચીકારા’એ દીપડા સાથે લડાઈ કરીને માલિકનો જીવ બચાવ્યો હતો. જો કે ચિકારાને દીપડાએ બટકું ભરી લેતાં તેની પણ સારવાર ચાલી રહી છે. વિટલની પત્ની હનાહે આ અહેવાલની સ્પષ્ટતા કરી અને પોતાના પતિની તસવીર શેયર કરી છે.
પૂર્વ ઑલરાઉન્ડરને એરલિફ્ટ કરીને હરારે મોકલવામાં આવ્યા હતા જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. ડેલી મેલે કહ્યું કે ગાય વિટલ એક ભાગ્યશાળી વ્યક્તિ છે. તેમના પર પહેલાં મગરમચ્છ અને હવે દીપડાએ હુમલો કર્યો છે ! જો કે તેમનો જીવ બચાવવામાં તેમના શ્વાન ચીકારાનો સિંહફાળો છે જેણે દીપડાને દૂર ખદેડ્યો હતો નહીંતર તેમનો અંત નિશ્ચિત હતો.
હનાહે કહ્યું કે અમે ચીકારાના બહુ જ આભારી છીએ. ચીકારાને પાર્ટીમાં હવે વધારાનું ચીકન મળશે ! ચિકારાને હળવી ઈજાઓ થઈ છે એટલે તેની સારવાર ચાલી રહી છે જે ઝડપથી ઠીક થઈ જશે.