જો રુટે ભારત વિરુદ્ધ અણનમ સદી બનાવી રચ્યો ઈતિહાસ
વિન્ડિઝના ચંદ્રપોલનો ૧૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ઈંગ્લેન્ડના સૌથી અનુભવી બેટર જો રુટે ભારત વિરુદ્ધ રાંચી ટેસ્ટમાં અણનમ સદી બનાવીને ઈતિહાસ રચી દીધો છે. રુટ ચોથા ટેસ્ટની પહેલી ઈનિંગમાં ૧૨૨ રન બનાવીને અણનમ રહ્યો હતો. આ સાથે જ રુટ ભારત વિરુદ્ધ સૌથી વધુ અણનમ ટેસ્ટ સદી લગાવનારો બેટર બન્યો છે. તેણે આ મામલે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટર શિવનારાયણ ચંદ્રપોલનો ૧૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ચંદ્રપોલે ૧૯૯૪થી ૨૦૧૩ વચ્ચે ભારત વિરુદ્ધ ચાર અણનમ સદી બનાવી હતી. જ્યારે રુટની ભારત વિરુદ્ધ આ પાંચમી અણનમ સદી છે. રુટે એક દેશ વિરુદ્ધ સૌથી વધુ અણનમ સદીની ઈનિંગ રમનારા ખેલાડીઓની યાદીમાં એલન બોર્ડર અને સ્ટીવ વૉ જેવા દિગ્ગજોની બરાબરી કરી લીધી છે. આ ત્રણેય ખેલાડીઓના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક દેશ વિરુદ્ધ સૌથી વધુ પાંચ અણનમ સદી બનાવવાનો રેકોર્ડ છે.
ભારત વિરુદ્ધ સૌથી વધુ અણનમ ટેસ્ટ સદી બનાવનારાબેટર
ખેલાડી સદી
જો રુટ ૫
ચંદ્રપોલ ૪
ગૈરી સોબર્સ ૪
બર્ટ સટફ્લિક ૩
એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ ટેસ્ટ સદી
સદી ખેલાડી હરિફ ટીમ
૫ જો રુટ ભારત
૫ એલન બોર્ડર ઈંગ્લેન્ડ
૫ સ્ટીવ વૉ ઈંગ્લેન્ડ