જિંદગી માટે જંગ: ઑસ્ટે્રલિયાના `ખૂંખાર’ ઑલરાઉન્ડરની કિડની ૪૦% ખરાબ !
ઑસ્ટે્રલિયન ક્રિકેટ ટીમના સાડા છ ફૂટના ઑલરાઉન્ડરએ એવી મુશ્કેલીઓને હરાવીને નેશનલ ટીમમાં જગ્યા બનાવી છે જ્યાં તેના જીવનની આશા જ ન્હોતી. ડૉક્ટરે કાંગારું ટીમના સ્ટાર ખેલાડી કૈમરુન ગ્રીનને માત્ર ૧૨ વર્ષ જ જીવવાની આશા વ્યક્ત કરી હતી પરંતુ તેણે લડી લડીને આ જંગ જીતી લીધો છે. ગ્રીને ખુલાસો કર્યો કે જ્યારે તે જન્મ્યો ત્યારે તે કિડનીના રોગથી પીડિત હતો. દૂર્ભાગ્યવશ મારી કિડની અન્ય લોકોની કીડનીની માફક લોહીને સાફ કરી રહી નથી. અત્યારે મારી કિડની ૬૦% જ કામ કરી રહી છે. કિડનીની બીમારી અત્યારે બીજા સ્ટેજમાં છે અને જ્યારે પાંચમા સ્ટેજમાં પહોંચશે ત્યારે ડાયાલિસીસની જરૂર પડશે.