જય શાહ ફરી બન્યા એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન
કાર્યકાળમાં એક વર્ષનો વધારો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈન)ના સેક્રેટરી જય શાહ એશિયહ ક્રિકેટ કાઉન્સીલ (એસીસી)ના પ્રમુખ તરીકે યથાવત રહેશે. એસીસીની વાર્ષિક સામાન્ય બેઠકમાં તેમનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવામાં આવ્યો છે. જય શાહના કાર્યકાળને વધારવાનો પ્રસ્તાવ શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વાએ આપ્યો હતો. જય શાહ ૨૦૨૧માં સૌથી પહેલાં એસીસીના ચેરમેન બન્યા હતા. તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસન પાસેથી આ જવાબદારી સંભાળી હતી. કાર્યકાળમાં મળેલા આ વધારા બાદ જય શાહે એક રેકોર્ડ પણ બનાવ્યો છે. તેઓ એસીસીના પ્રમુખ તરીકે ફરીથી નિયુક્ત થનારા સૌથી ઓછી વયના વહીવટદાર બની ગયા છે.