ઑસ્ટે્રલિયા સામે એક ટેસ્ટમાં નહીં રમે રોહિત
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા આવતા મહિનાથી ઑસ્ટે્રલિયા વિરુદ્ધ રમાનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બેમાંથી એક ટેસ્ટમાં ન રમે તેવી પ્રબળ શક્યતા છે. રોહિત વ્યક્તિગત કારણોસર શ્રેણીનો એક મુકાબલો રમશે નહીં અને તેણે આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી દીધી છે. આ શ્રેણીનો પ્રારંભ ૨૨ નવેમ્બરથી પર્થમાં રમાનારી ટેસ્ટથી થશે. એ વાતની શક્યતા છે કે રોહિત પહેલી અથવા એડિલેડમાં છથી ૧૦ ડિસેમ્બર વચ્ચે રમાનારી બીજી મેચમાંથી બહાર થઈ શકે છે. ભારતીય ટીમ ઑસ્ટે્રલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવાની હેટ્રિક લગાવવાના ઈરાદા સાથે ઉતરશે