ગીલથી પૃથ્વી શૉનો પીછો નથી છૂટતો !
કોર્ટે પોલીસને ક્રિકેટર પૃથ્વી શૉ વિરુદ્ધ પાછલા વર્ષે સોશ્યલ મીડિયા સ્ટાર સપના ગીલની છેડતીની ફરિયાદની તપાસ કરવાના આદેશ આપ્યા છે. મેટ્રોપોલિટન મેજિસ્ટે્રટ એસ.સી.તાયડેએ પોલીસને ૧૯ જૂન સુધી તપાસ રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. અદાલતે પૃથ્વી અને અન્ય વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધવા માટે પોલીસ વિરુદ્ધ કાર્યવહીની ગીલની દલીલ ફગાવી દીધી છે. ભારતીય ટીમથી બહાર ફેંકાયેલા પૃથ્વી શૉએ તેના પર લાગેલા આરોપને ફગાવ્યા છે. સપનાએ આરોપ લગાવ્યો હતો કે પૃથ્વીએ અંધેરીના એક પબમાં તેની છેડતી કરી હતી. પૃથ્વી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ વતી રમી રહ્યો છે. પહેલી બે મેચમાં બહાર રહ્યા બાદ તેને ચેન્નાઈ અને કોલકત્તા સામે ઓપનિંગ કરવાની તક મળી હતી.
