ગંભીર લાંબા સમય સુધી કોચ તરીકે ટકશે નહીં !
૨૦૦૭ વર્લ્ડકપ ટીમનો હિસ્સો રહેલા જોગીન્દર શર્માનો ચોંકાવનારો દાવો
ગૌતમ ગંભીરનો ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે કાર્યકાળ શરૂ થઈ ચૂક્યો છે. ટીમ અત્યારે શ્રીલંકા પ્રવાસે છે જ્યાં તેણે ટી-૨૦ મેચની શ્રેણી જીતી હતી. આ બધાની વચ્ચે ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડકપ ચેમ્પિયન ટીમનો હિસ્સો રહેલા જોગીંદર શર્માનું માનવું છે કે ગંભીર લાંબા સમય સુધી ટીમના કોચ તરીકે રહી શકશે નહીં. જોગીન્દર અને ગંભીર બન્ને એ ટીમનો હિસ્સો હતા જે ટીમ ચેમ્પિયન બની હતી.
શર્માએ કહ્યું કે ગંભીર ટીમને સંભાળનાર વ્યક્તિ છે પરંતુ મારું માનવું છે કે તે વધુ સમય સુધી ટકી શકશે નહીં કેમ કે ગંભીરના પોતાના અમુક નિર્ણય હોય છે જેના કારણે ખેલાડી સાથે મતભેદ થઈ શકે છે. હું વિરાટ કોહલીની વાત કરી રહ્યો નથી. ગંભીરના નિર્ણય અનેક વખત એવા હોય છે જે અન્ય ખેલાડીને પસંદ આવતા નથી. ગંભીર સીધી વાત કરનાર વ્યક્તિ છે એ સામેથી કોઈ પાસે ક્યારેય નહીં જાય. ગંભીર ચાપલૂસી કરે તેવો વ્યક્તિ નથી. તે પોતાનું કામ કરે છે અને ખરા દિલથી અને ઈમાનદારીથી કરે છે.