કે.એલ.રાહુલની લખનૌ સુપર જાયન્ટસમાંથી છુટ્ટી નિશ્ચિત
આઈપીએલની ફ્રેન્ચાઈઝી ટીમ લખનૌ સુપરજાયન્ટસ ટીમના કેપ્ટન કે.એલ.રાહુલને આગામી સીઝનથી પડતો મુકી શકે છે. રાહુલને મેગા ઑક્શન પહેલાં છૂટો કરાઈ શકે છે. અગાઉ મેચ દરમિયાન ટીમના માલિક અને રાહુલ વચ્ચે મેદાન પર તીખી તમતમતી ચર્ચાની તસવીરો વાયરલ થઈ હતી. જો રાહુલને રિલિઝ કરાશે તો આઈપીએલ ઑક્શનમાં જનારા ભારતીય સીનિયર ખેલાડી પૈકીનો એક હશે. લખનૌ નિકોલસ પૂરન, મયંક યાદવ અને રવિ બિશ્નોઈની જાળવી રાખશે. રાહુલને પડતો મુકાયા બાદ પૂરનને ટીમની કમાન સોંપાઈ શકે છે. જ્યારે મયંક યાદવ અને રવિ બિશ્નોઈને કરોડો રૂપિયા મળી શકે છે કેમ કે બન્ને ટીમ ઈન્ડિયા વતી રમી ચૂક્યા છે.
