કેમરુન ગ્રીન-હેઝલવૂડે ૧૦મી વિકેટ માટે ઝૂડ્યા ૧૧૬ રન
ન્યુઝીલેન્ડ સામે બન્નેએ બનાવ્યેા રેકેાર્ડ: ગ્રીને ૧૭૪ તેા હેઝલવૂડે બનાવ્યા ૨૨ રન
ઑસ્ટે્રલિયાના ઑલરાઉન્ડર કેમરુન ગ્રીન અને ફાસ્ટ બેાલર જોશ હેઝલવૂડે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ એક અનેાખેા રેકેાર્ડ બનાવ્યેા છે. આ જોડીએ ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટે્રલિયા વતી ૧૦મી વિકેટ માટે ૧૧૬ રનની ભાગીદારી કરી છે. આ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સૌથી મેાટી ભાગીદારીનેા રેકેાર્ડ છે જ્યારે ઓસ્ટે્રલિયા માટે આ સૌથી ચેાથી મેાટી ભાગીદારી છે. એક સમયે ઓસ્ટે્રલિયા મુશ્કેલીમાં હતું અને પછી ગ્રીન હેઝલવૂડની જોડીએ બીજા દિવસે ૧૦મી વિકેટ માટે ૧૧૬ રનની ભાગીદારી કરી હતી. અગાઉ ૨૦૦૪માં બ્રિસ્બેનમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ૧૦મી વિકેટ માટે જેસન ગીલેસ્પી-ગ્લેન મૈક્ગ્રાએ ૧૧૪ રનની ભાગીદારી કરી હતી જે રેકેાર્ડ તૂટી ગયેા છે.
ટેસ્ટમાં ૧૦મી વિકેટ માટે સૌથી મેાટી ભાગીદારી
ખેલાડી રન હરિફ ટીમ વર્ષ
જો રૂટ-એન્ડરસન ૧૦૮ ભારત ૨૦૧૪
ફિલીપ હ્યુઝ-એશ્ટન એગર ૧૬૩ ઈંગ્લેન્ડ ૨૦૧૩
બ્રાયન હેસ્ટીંગ-રિચર્ડ કેાલિંગ ૧૫૧ પાકિસ્તાન ૧૯૭૩
અઝહર મહમૂદ-મુશ્તાક અહમદ ૧૫૧ આફ્રિકા ૧૯૯૭
દિનેશ રામદીન-ટીનેા બેસ્ટ ૧૪૩ ઈંગ્લેન્ડ ૨૦૧૨
