કિંગ-પૉવેલના તોફાનમાં ઉડ્યું ઈંગ્લેન્ડ
વિન્ડિઝ સામે પાંચ મેચની ટી-૨૦ શ્રેણીમાં સળંગ બીજો પરાજય
બ્રેન્ડન કિંગની અણનમ ફિફટી અને અલઝારી જોસેબની વેધક બોલિંગની મદદથી વિન્ડિઝે બીજી ટી-૨૦માં ઈંગ્લેન્ડને ૧૦ રને હરાવીને પાંચ મેચની ટી-૨૦ શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતી વિન્ડિઝને પહેલાં બેટિંગ આપી અને ૫૪ રનમાં તેની ૪ વિકેટ ખેડવી હતી. ઓપનિંગ બેટર કિંગે ૫૨ દડામાં અણનમ ૮૨ રન બનાવ્યા જ્યારે પોવેલે ૨૮ દડામાં ૫૦ રન ઝૂડ્યા હતા જેના કારણે વિન્ડિઝે ૭ વિકેટે ૧૭૬ રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ૭ વિકેટે ૧૬૬ રન જ બનાવી શકી હતી. તેના વતી સૈમ કરને સૌથી વધુ ૫૦ રનનું યોગદાન આપ્યું હતું. વિન્ડિઝ વતી બોલિંગમાં જોસેફે ૩૯ રન આપીને ત્રણ અને અકીલ હુસૈને ૨૪ રન આપીને ૨ વિકેટ ખેડવી હતી. ઑલરાઉન્ડર રસૈલ મોંઘો સાબિત થયો હતો કેમ કે તેણે ૪ ઓવરમાં ૬૬ રન આપી દીધા હતા અને કોઈ વિકેટ મેળવી શક્યો ન્હોતો. ઈંગ્લેન્ડને અંતિમ ઓવરમાં ૨૮ રનની જરૂર હતી પરંતુ તે ૧૭ રન જ બનાવી શક્યું હતું.