એક જ ટી-૨૦ મેચમાં બન્યા ૪૬૨ રન ! બોલરોનું નીકળ્યું કચુંબર
સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી એસએ૨૦ લીગની ૨૬મી મેચમાં એમઆઈ કેપટાઉનની ટક્કર પ્રિટોરિયા કેપિટલ્સ સાથે થઈ હતી જેમાં એમઆઈએ પહેલાં બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૨૪૮ રન બનાવ્યા હતા. જવાબમાં પ્રિટોરિયા કેપિટલ્સ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૧૪ રન જ બનાવી શકતા ૩૪ રને પરાજય થયો હતો. એમઆઈ વતી રયાન રિકેલ્ટને ૯૦ રનની ઈનિંગ રમી હતી. તેણે ૪૫ દડામાં ૧૦ ચોગ્ગા અને ૫ છગ્ગા લગાવ્યા હતા. આ ઉપરાંત ડેવાલ્ડ બ્રેવિસે ૩૨ દડામાં ૩ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૬૬ રન અને રાસી વૈન ડેર ડુસેને ૨૧ રન બનાવ્યા હતા.
એકંદરે મેચની બન્ને ઈનિંગના મળી ૨૪૦ દડા ફેંકાયા હતા જેની સામે ૪૬૨ રન લાગતા બોલરોનું રીતસરનું કચુંબર નીકળી ગયું હતું. આ ટૂર્નામેન્ટમાં સૈમ કુરેન, કિરોન પોલાર્ડ, લિયામ લિવિંગ સ્ટોન, ડેવિડ વોર્નર સહિતના અનેક સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે.