ઈંગ્લેન્ડને હાર હજમ ન થઈ !
માઈકલ વૉને કહ્યું, ગયાના ભારત માટે શ્રેષ્ઠ મેદાન હોવાથી જીત્યું છ
:હરભજને કહ્યું, બન્ને ટીમ એક જ ગ્રાઉન્ડ પર રમી છે એટલે આવી બકવાસ બંધ કરો
ટી-૨૦ વર્લ્ડકપના સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મેળવેલી જીત બાદ આખી દુનિયામાં ભારતીય ક્રિકેટના ચાહકો ખુશખુશાલ થઈ ગયા છે. જો કે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉનને હાર હજમ ન થઈ હોય તેવું લાગી રહ્યું છે. વૉને આ પાછળ કાવતરું હોવાનો આક્ષેપ કર્યો છે. તેણે કહ્યું કે ગયાના ભારતીય ટીમ માટે એક શ્રેષ્ઠ મેદાન હતું એટલા માટે આ પરિણામ આવ્યું છે ! જો કે વૉનની આ બકવાસને હરભજનસિંહે બંધ કરી દીધી હતી.
માઈકલ વૉને ટવીટ કરીને કહ્યું કે જો ઈંગ્લેન્ડે આફ્રિકાને હરાવી દીધું હોત તો તેને ત્રિનિદાદમાં સેમિફાઈનલ રમવાની તક મળી હોત અને ત્યાં એ જીતી ગયું હોત પરંતુ ગયાના ભારત માટે એક શાનદાર મેદાન રહ્યું હોવાથી તે જીતી ગયું છે.
આ વાતનો જવાબ આપતાં હરભજને કહ્યું કે તમને શા માટે એવું લાગે છે કે ગયાના ભારત માટે એક સારું મેદાન હતું ? બન્ને ટીમ એક જ ગ્રાઉન્ડ ઉપર રમી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીત્યો જે એક ફાયદો હતો. આવી મૂર્ખતા બંધ કરો. ઈંગ્લેન્ડને ભારતે તમામ બાબતે હરાવ્યું છે જે એક તથ્ય છે અને તેનો સ્વીકાર કરવો જોઈએ. આ પ્રકારની બકવાસ તમારી પાસે જ રાખો !
ઉલ્લેખનીય છે કે વૉન ટી-૨૦ વર્લ્ડકપમાં સેમિફાઈનલના મેદાન પરિવર્તન અંગે સતત વાત કરી રહ્યો છે. તેણે સેમિફાઈનલ મુકાબલા પહેલાં પણ અમુક પોસ્ટ શેયર કરી હતી જેમાં કહ્યું હતું કે મુળ રીતે રોહિત શર્માએ ત્રિનિદાદમાં પોતાનો સેમિફાઈનલ રમવાનો હતો પરંતુ બાદમાં સ્થળ બદલીને ગયાના કરી દેવાયું હતું.
