આજે બાંગ્લાદેશના સૂપડા સાફ કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા
સાંજે ૭ વાગ્યાથી હૈદરાબાદમાં મુકાબલો: ભારત યુવા ખેલાડીઓને આપશે તક
પહેલી બે મેચમાં સરળ જીત મેળવીને શ્રેણી પોતાના નામે કરી ચૂકેલી ભારતીય ટીમ આજે બાંગ્લાદેશ સામે ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં ક્લિન સ્વિપના ઈરાદા સાથે ઉતરશે. ભારત આ મેચમાં અમુક ખેલાડીઓને આરામ આપીને યુવાને તક આપશે.
ભારતે બે ટેસ્ટ મેચની શ્રેણી ૨-૦થી જીતી હતી અને હવે તે ત્રણ મેચની ટી-૨૦ પણ ૩-૦થી જીતવા માટે મેદાને ઉતરશે. આવતાં વર્ષે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખી ટીમ મેનેજમેન્ટ અમુક સારા વિકલ્પ તૈયાર કરવા ઉપર પણ ધ્યાન આપી રહ્યું છે. મયંક યાદવ, વરુણ ચક્રવર્તીને અજમાવવા માટે ગંભીર સહિતના પ્રયાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીના પ્રદર્શન ઉપર પણ સૌની નજર મંડાયેલી છે જેણે દિલ્હી ટી-૨૦માં ૩૪ બોલમાં ૭૪ રન બનાવ્યા હતા તો બે વિકેટ ખેડવી હતી. જ્યારે સંજુ સેમસનના સ્થાને જીતેશ શર્માને તક અપાઈ છે તો બોલિંગમાં રવિ બિશ્નોઈ અથવા ઑલરાઉન્ડર હર્િત રાણાને તક મળે તેવી શક્યતા છે.