આજથી રણજી ટ્રોફી શરૂ: સૌરાષ્ટ્રનો મુકાબલો મજબૂત’ તમીલનાડું સામે
જયદેવ ઉનડકટ કેપ્ટન; પુજારા, જેક્શન, ધર્મેન્દ્રસિંહ, પ્રેરક સહિતનાઅનુભવી’ ખેલાડીઓ સામેલ
દેશના અલગ-અલગ રાજ્યની ૩૨ ટીમો વચ્ચે આજથી રણજી ટ્રોફી શરૂ થવા જઈ રહી છે જેમાં સૌરાષ્ટ્રનો પહેલો મુકાબલો ટૂર્નામેન્ટની મજબૂત' ગણાતી તમીલનાડુ સામે સવારે ૯:૩૦ વાગ્યાથી કોઈમ્બતુર ખાતે રમાશે. આ માટે ટીમની પસંદગી કરવામાં આવી છે જેમાં કમાન જયદેવ ઉનડકટના હાથમાં રહેશે. આ ઉપરાંત ચેતેશ્વર પુજારા, શેલ્ડન જેક્શન, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રેરક માંકડ સહિતનાઅનુભવી’ ખેલાડીઓ પણ ટીમમાં સામેલ છે.
આ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર બે મેચ ઘરઆંગણે જ્યારે પાંચ મેચ ઘરબહાર મતલબ કે અન્ય રાજ્યમાં રમશે. સૌરાષ્ટ્ર ૨૦૨૨માં ચેમ્પિયન બન્યું હતું પરંતુ ગત વર્ષે તેનું પ્રદર્શન ધારણા પ્રમાણે રહ્યું ન્હોતું.
આ વર્ષની ટૂર્નામેન્ટ માટે ટીમમાં જયદેવ ઉનડકટ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, શેલ્ડન જેક્શન, હાર્વિક દેસાઈ, અર્પિત વસાવડા, ચિરાગ જાની, વિશ્વરાજસિંહ જાડેજા, પ્રેરક માંકડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પાર્થ ભૂત, યુવરાજસિંહ ડોડિયા, નવનીત વોરા, પાર્શ્વરાજ રાણા, હિતેન કણબી, તરંગ ગોહેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હેત્વીક કોટક, અંકુર પંવાર, જય ગોહિલ, અર્થ યાદવ અને યુવરાજ ચુડાસમાને સ્ટેન્ડ બાય રખાયા છે.
ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના કોની સામે મુકાબલા
તારીખ મેચ સ્થળ સમય
૧૧થી ૧૪ ઑક્ટો. તમીલનાડુ કોઈમ્બતુર સવારે ૯:૩૦થી
૧૮થી ૨૧ ઑક્ટો. છત્તીસગઢ રાજકોટ સવારે ૯:૩૦થી
૨૬થી ૨૯ ઑક્ટો. રેલવે રાજકોટ સવારે ૯:૩૦થી
૬થી ૯ નવેમ્બર ઝારખંડ રાંચી સવારે ૯:૩૦થી
