આંદ્રે રસૈલે ૧૨ દડામાં ઝૂડ્યા ૪૩ રન
બાંગ્લાદેશ પ્રિમીયર લીગમાં વિન્ડિઝના દિગ્ગજ બેટર આંદ્રે રસૈલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો. રસૈલે કોમિલા વિક્ટોરિયન્સ વતી રમતા ૧૨ દડામાં ૪૩ રન ઝૂડી નાખી ટીમને હારેલી મેચ જીતાડી હતી. આ મેચમાં રંગપુર રાઈડર્સે પહેલાં બેટિંગ કરતાં ૧૫૦ રન બનાવ્યા હતા. જવાબમાં કોમિલાની ૧૦૩ રને ચાર વિકેટ પડી હતી. જો કે રસૈલે બાજી પલટી નાખીને ૪ ચોગ્ગા, ૪ છગ્ગાની મદદથી ૪૩ રન બનાવ્યા હતા. તેણે મોઈન અલી સાથે પાંચમી વિકેટ માટે ૪૮ રનની ભાગીદારી પણ કરી હતી. જો કે તેમાં મોઈનનું યોગદાન ૧૦ દડામાં માત્ર પાંચ રનનું જ રહ્યું હતું. આ ઉપરાંત રસૈલે બોલિંગમાં ૨.૫ ઓવરમાં ૨૦ રન આપીને ૩ વિકેટ ખેડવી હતી.
